Hanuman Jayanti Poojan
Posted by news on Thursday, 25 April 2013ચૈત્રી પુનમ હનુમાન જયંતીના શુભ પર્વે શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ્, અમદાવાદ ખાતે પુરાતની મંદિરમાં વિરાજિત શ્રી કષ્ટભંજન દેવનું ગુરુકુલના પંડિતો અને ઋષિકુમારો દ્વારા વૈદિક વિધિથી ષોડશોપચાર પૂજન તેમજ હનુમાનજી ૧૦૮ નામના મંત્રથી અગ્નિદેવને આહુતિ આપી યજ્ઞ કરવામાં આવ્યો હતો. યજ્ઞની પૂર્ણાહુતીમાં બીડું હોમી પૂજ્ય પુરાણી સ્વામી શ્રી ભક્તિપ્રકાશદાસજી સ્વામીએ આશીર્વચન પાઠવ્યા હતા. પૂજ્ય બાલકૃષ્ણ દાસજી સ્વામીએ પણ પ્રાસંગિક ઉદ્બોધન કરી પૂજનનો મહિમા સમજાવ્યો હતો.